“રિયલ્ટી ગેટ-વે” પ્રોપર્ટી પેરેન્ટિંગ માં અમારા તમામ પ્રયત્નો અને સુવિધાઓ, ગ્રાહકલક્ષી હશે અને ગ્રાહકના ફાયદા માટે હશે અને અમારા અનુભવ અને આર્થિક ક્ષમતાને લઈને આ કાર્ય સુગમતાપૂર્વક કરી શકીએ છીએ અને મિલકત ખરીદીમાં ગ્રાહકોને આર્થિક ફાયદો અપાવી શકીએ છીએ.
તમે મકાન, દુકાન કે ઓફિસની પસંદગી કરતા પહેલા, તમારા ગ્રુપમાં, જેમણે છેલ્લા 5 વર્ષમાં મિલ્કત ખરીદી હોય, તેવા મિત્રોને પૂછી જોશો, તો ખ્યાલ આવશે કે કેવા કેવા પ્રશ્નો અને મુશ્કેલીઓ અને અનુભવો થયા છે. આપને પણ આવા અનુભવો થાય નહીં માટે “રિયલ્ટી ગેટ-વે” પ્રોપર્ટી પેરેન્ટિંગ સર્વિસને પસંદગી આપી શકો છો.
પ્રોપર્ટી પેરેંટિંગ સેવાઓ, પ્રોપર્ટી ખરીદવાની સમગ્ર પ્રક્રિયા દરમિયાન ગ્રાહકો માટે તમામ સપોર્ટ ઓફર કરે છે. પ્રારંભિક માહિતી ભેગી કરવાથી લઈને પ્રોપર્ટીની શોધ, કાનૂની અને નાણાકીય ચકાસણી અને બુકિંગ સહાય સુધી, દરેક પગલાને ઝીણવટપૂર્વક કાળજી લેવામાં આવે છે. આ સેવાઓમાં મિલકત શોધવાથી લઈને, લોન સપોર્ટ, બાંધકામની ગુણવત્તાની તપાસ અને કબજા પછીની સેવા સુધી છે, જે ખરીદદારો માટે સરળ અને પારદર્શક અનુભવ સુનિશ્ચિત કરે છે. સમય બચાવવા, છુપાયેલા ખર્ચને ટાળવા અને સરળ મોબાઇલ એપ દ્વારા સપોર્ટ પૂરો પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે.
"રિયલ્ટી ગેટવે" માં એન્ડ ટુ એન્ડ સર્વિસ માટે શું ચાર્જ ચૂકવવાનો છે અને ક્યારે ચૂકવવાનો છે…. બીજા કોઈ પણ કરતાં લગભગ અડધો ચાર્જ અને 3 ગણી વધું સર્વિસ... આટલા ઓછા ચાર્જમાં અમે તમારી માટે... મિલકત ગોતીશું.... ડિસ્કાઉન્ટ કરાવીશું.... તમારી લોન કરાવીશું.... તમારા દસ્તાવેજોનું ધ્યાન રાખીશું.... મિલકત ની ગુણવત્તા કેવી રીતે ચેક કરાવી એનું માર્ગદર્શન પણ આપીશું.... બાનાખત, દસ્તાવેજ, મોર્ગેજ ડિડ વગેરે તૈયાર કરાવીશું....
એકવાર તમે તમારી પ્રોપર્ટીની પ્રાથમિક જરૂરિયાતો અને ફોર્મ સબમિટ કરી લો તે પછી, તમને SMS અને WhatsApp દ્વારા સ્વાગત કરવામાં આવશે. મોબાઇલ એપ્લિકેશનની લિંક અને તેને ઍક્સેસ કરવા માટેનો પાસવર્ડ પણ તમને મોકલવામાં આવશે…..
આજ સુધીમાં રિયલ એસ્ટેટ ગ્રાહકને અનુલક્ષીને એક પણ ઓનલાઈન સેવા કે ઓફલાઇન સેવાની જાહેરાત જોવા મળે છે? જ્યાં ગ્રાહકને શું જોઈએ છે, એ પૂછવામાં આવ્યું હોય છે? ગ્રાહકએ તેમની જરૂરિયાત પ્રમાણે નહીં, પરંતુ બિલ્ડર ડેવલપર જે વેચવા માંગે છે તેની સાથે પોતાની જરૂરિયાતનું સમાધાન કરવાનું હોય છે.
૩૮૦૦+ ગ્રાહકો સાથેના બહોળા અનુભવ ઉપરથી આ સેવા આપવાનો વિચાર આવ્યો છે. “શેઠ ગ્રુપ” ના એમ.ડી., અને “રિયલ્ટી ગેટ-વે” દ્વારા પ્રોપર્ટી પેરેન્ટિંગ નો વિચાર આપનાર શ્રી અપૂર્વભાઈ શેઠ નો અનુભવ છે કે ૯૦% લોકો માટે મિલકત શોધવી, બુકિંગ કરાવવું, પેપર વર્ક કરાવવા, હાઉસિંગ લોન લેવી, કબજો લેવો, આ બધામાં તેઓના જીવનના કિમતી ચાર થી છ મહિનાનો સમય વ્યતીત થાય છે.
ભાવનગર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગને આધુનિકતાની દિશા સૂચવનાર, સત્યનિષ્ઠ અને પ્રામાણિક, પૂર્વ પરીક્ષા નિયામક પિતા શ્રી ગિરીશભાઈ શેઠ ના પુત્ર શ્રી અપૂર્વભાઈ ગિ. શેઠ, જેઓનો મધ્યમ વર્ગના કુટુંબમાં ઉછેર થયેલ અને ઇજનેર ક્ષેત્રમાં અગ્રસ્થાન ધરાવતી સંસ્થા BITS, પિલાની માંથી સિવિલ એન્જિનિયરિંગમાં માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કર્યા બાદ ૧૯૯૨ માં પોતાનો વ્યવસાય શરૂ કરેલ.
અમદાવાદ અને ગાંધીનગર માં મિલકત ખરીદી માટે સંપર્ક કરો