પ્રમોટર અપૂર્વ શેઠની સંક્ષિપ્ત વિગતો

અભ્યાસ :

  • ભાવનગરની શાંતિલાલ શાહ એન્જીનિયરીંગ કોલેજ માં બી. ઈ. સિવિલની ડિગ્રી પ્રાપ્ત કરેલ જેમાં તેઓ સમગ્ર યુનિર્વસીટીમાં દ્રિતીય ક્રમાંક સાથે ઉતીર્ણ થયાં હતા.
  • ભારતની ખુબ જાણીતી અને ઇજનેર ક્ષેત્રમાં અગ્ર સ્થાન ધરાવતી સંસ્થા BITS, પિલાની માંથી સિવિલ એન્જિનિયરિંગમાં ડિસ્ટીન્કશન સાથે માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરેલ.
  • ૧૯૯૩માં તેઓએ વધુ જ્ઞાન પ્રાપ્તિની અભિલાષા સાથે વ્યવસાયની સાથે વિવિધ ક્ષેત્રોમાં,અગ્રિમતા સાથે અભ્યાસ પણ શરૂ રાખેલ.

  • તેમણે અન્નામલાય યુનિવર્સિટીમાંથી કમ્પ્યુટરમાં પોસ્ટ ગ્રેજયુએટ ડિપ્લોમા ની ડિગ્રી મેળવેલ.
  • ત્યારબાદ માર્કેટીંગ મેનેજમેન્ટ વિશેની જ્ઞાન અને જાણકારી મેળવવાના ઉદેશ્યથી ભાવનગર યુનિવર્સીટી માંથી પોસ્ટ ગ્રેજયુએટ ડિપ્લોમા માર્કેટીંગ મેનેજમેન્ટ વિષય સાથે સમગ્ર યુનિવર્સીટીમાં તૃતીય ક્રમાંક પર ઉતીર્ણ થયેલ.
  • આ દરમ્યાન વેપારના વિસ્તરણ દરમ્યાન અનેકવિધ કાયદાઓની જરૂરીયાત ઉભી થતી જોઈને તેમને કાયદાનો અભ્યાસ કરવાની જીજ્ઞાશા હેતુ તેમણે ૨૦૦૪ માં ભાવનગર યુનિવર્સીટીમાંથી એલ.એલ.બી. ની ડિગ્રી સમગ્ર યુનિવર્સિટીમાં દ્રિતીય ક્રમાંક પર ઉપસ્થિત થઈ ખ્યાતિ મેળવેલ.
  • ૨૦૨૩ માં ગુજરાત ટેકનીકલ યુનિવર્સિટી સંચાલિત ભારતીય જ્ઞાન પ્રદાન કરતી ધરોહર સંસ્થામાંથી જયોતીષશાસ્ત્રમાં ડિગ્રી પ્રાપ્ત કરેલ.

અનુભવ : ૩૨ વર્ષનો

  • વર્ષ ૧૯૯૨માં શેઠ કન્સ્ટ્રકશન ગ્રુપની સ્થાપના કરેલ.
  • કારકિર્દીના પ્રારંભિક તબ્બકા દરમ્યાન તેઓનું માનવું હતું કે સરળ, સહેલું અને વધારે નફાકારક કામગીરી સમાજમાં સ્વીકૃત અને સ્થાપિત થયેલ વેપારી કે રાજકારણી કે અધિકારીના સંતાનોને સરળતાથી મળતું હોય છે અને હમેશા સમાજ ઉપયોગી હિત ધરાવતા તેમણે એક અલગ પ્રવાહ સ્વરૂપે "૩ થી ૫ વર્ષના હપ્તેથી પ્લોટ' આપવાનો નિર્ણય કર્યો અને સોમનાથ નગર-૧, સોમનાથ નગર-૨, સોમનાથ નગર-૩, સોમનાથ નગર-૪, નામની યોજનાઓ ભાવનગરના અલગ અલગ વિસ્તારમાં શરૂ કરેલ. તેમજ સ્વપ્નલોક અને સેતુબંધ નામની બે ફલેટની યોજનાઓ કારકિર્દીની શરૂઆતમાં મુકેલ.
  • આ બધી યોજનાઓમાં મધ્યમવર્ગના કુટુંબો તરફથી ખુબ સરસ પ્રતિસાદ મળેલ, આથી મધ્યમવર્ગના લોકોના સ્વપ્નનાઓ ને જીવંત કરવા માટે તેઓએ શેઠ કન્સ્ટ્રકશન ગ્રુપ દ્વારા માત્ર મધ્યમવર્ગના કુટુંબો માટેની વ્યાજબી ભાવની યોજનાઓ મુકવાનો નિર્ધાર કર્યો.
  • ભાવનગરમાં સ્વપ્નસૃષ્ટિ, સ્વપ્નશીલ્પ, સ્વપ્નસાકાર, સ્વપ્નસુંદર અને સોમપાર્ક (કુલ ૧૭૦૦ યુનિટ) જેવી યોજનાઓ મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખીને તેમને પોસાય તેવા બજેટમાં વર્ષ ૨૦૦૬ થી ૨૦૦૯ દરમ્યાનના વર્ષોમાં મુકી.
  • તે દરમ્યાન વાપી મુકામે સ્વપ્નસૃષ્ટિ બંગલોઝ અને પાલીતાણા મુકામે સ્વપ્નસૃષ્ટિ ટાઉનશીપ (૩૮૫ યુનિટ) મુકેલ.
  • ત્યારબાદ વર્ષ ૨૦૧૨ માં સ્વપ્નસાકાર, સોમપાર્ક અને સ્વપ્નસુંદર (કુલ ૧૦૨૫ યુનિટ) જેવી યોજનાઓ મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખીને તેમને પોસાય તેવા બજેટમાં વર્ષ ૨૦૧૨ થી ૨૦૧૭ દરમ્યાનના વર્ષોમાં મુકી.
  • આ ઉપરાંત ઈલેકટ્રીસીટી બોર્ડને ઉપયોગી ટ્રાન્સમીશન પોલ માટેના બે ફેકટરી યુનિટ (સીદસર અને રાણપુર) પણ ૧૯૯૯માં સ્થાપેલા.
  • પોતે ટેકનોક્રેટ હોયને સંશોધન કરવાની ખેવના સાતત્યમય રીતે શરૂ રાખેલ જેના ફળ સ્વરૂપે ૨૦૧૪ માં કોન્ક્રીટનું ટોયલેટ ડિઝાઈન કરી મેન્યુફેકચરીંગ કરી, પેટન્ટ પણ મેળવેલ, જે કોન્ક્રીટ ટોયલેટ માત્ર ૯૦ મીનીટમાં ઈન્સ્ટોલ થઈ શકે છે અને કાયમી ધોરણે ઉપયોગમાં લઈ શકાય છે.
  • વર્ષ ૨૦૧૭ માં ઈ-કોમર્સ (આઈ.ટી.) બિઝનેસની શરૂઆત કરેલ અને "ખેડુતો અને પશુપાલકો" ને ઉપયોગી થાય તેવી મોબાઈલ એપ્લિકેશન "ખેત-વિકાસ" લોન્ચ કરેલ. જેનું ઉદઘાટન માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગર મુકામે કરેલ. આજે ૧ લાખથી વધુ "ખેડુતો અને પશુપાલકો” તેનો લાભ લઈ રહયા છે.
  • વર્ષ ૨૦૨૦ માં ઈ-કોમર્સ (આઈ.ટી.) બિઝનેસ હેઠળ ગ્રામ્ય વિસ્તારના લોકો અને સપ્લાયરોને જોડવા માટે “કેવી માર્ટ” ઓનલાઈન માર્કેટ પ્લેસની શરૂઆત કરેલ. જેમાં ૧૮૨૦૦૦થી વધું યુઝર જોડાયેલા.
  • આ દરમ્યાન એમની એક કન્સલ્ટન્સી કંપની દ્વારા ૨૦૧૭ થી ૨૦૨૩ દરમ્યાન, ટી.પી., ડી.પી.ના પ્લાનિંગનું કામ, સરકાર વતી થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનનું કામ, પી.એમ. ગતિ શક્તિનું કામ, ખેડૂતોની કાંટાળી વાડની યોજનાનું મેનેજમેન્ટનું કામ વગેરે કામો કર્યા.

કાર્યક્ષેત્ર :

  • અમદાવાદ, ભાવનગર, અંકલેશ્વર (ભરૂચ) વાપી (વલસાડ), રાણપુર (બોટાદ)

વ્યવસાય:શેઠ કન્સ્ટ્રક્શન ગ્રુપના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર.

(Est.1992).

  • બિલ્ડર અને ડેવલોપર (કુલ ૨૧ હાઉસીંગ સ્કીમ, ૩ શહેરોમાં) (૩૬૦૦+ થી વધુ મધ્યમવર્ગ માટેના યુનિટ બનાવ્યાનો અનુભવ)
  • સોફ્ટવેર ડેવલોપમેન્ટ વર્ક (સરકારી સંસ્થાઓ માટે)
  • પ્રોજેકટ કન્સ્ટન્સી વર્ક (સરકારી સંસ્થાઓ માટે)
  • સેલાન કોન્ક્રીટ ટોયલેટ મેન્યુફેકચરીંગ (રેડી ટુ ઈન્સ્ટોલ, માત્ર ૯૦ મિનિટમાં) (સરકારના સ્વચ્છ ભારત મિશન માટે, પોતે ડિઝાઈન કરી પેટન્ટ મેળવેલ છે)
  • "ખેત વિકાસ' મોબાઈલ એપ્લિકેશન (ખેડુતોના ખેત વ્યવસાયના વિકાસ માટે)

અન્ય :

  • પાસ્ટ પ્રેસીડેન્ટ, ભાવનગર બિલ્ડર્સ એશોસીએશન.
  • ફાઉન્ડર મેમ્બર, પ્રેકટીસીંગ એન્જી. એશોસીએશન.
  • ડાયરેકટર (ગર્વનમેન્ટ નોમીનેટેડ), કન્સ્ટ્રકશન લેબર વેલફેર બોર્ડ,ગુજરાત ગર્વનમેન્ટ.
  • મેમ્બર, વાઈસચાન્સેલર સર્ચ કમીટી, ભાવનગર યુનિર્વસીટી.
  • મેમ્બર, ક્રેડાઈ ગુજરાત.

શોખ :

દેશ-વિદેશની યાત્રા કરી ત્યાંની સંસ્કૃતિનો અભ્યાસ કરવાનો, મેનેજમેન્ટ અને ટેકનોલોજી અંગેના પુસ્તક વાંચનનો અને તેના દ્વારા વિકાસ સાધવાનો.

ધ્યેય :

પોતાના અભ્યાસ, આવડત અને અનુભવને યોગ્ય સ્થાનેથી ઉપયોગ કરી, શકય તેટલા વધુ લોકોને પોતાના રહેઠાણની જરૂરીયાત પુરી કરવામાં સહાયક બનવું.

નવા નવા વિચારો અને સંશોધનથી સભર એન્જીનિયરીંગ અને મેનેજમેન્ટના વિધાર્થીઓને માર્ગદર્શન અને ફાઈનાન્સ પુરૂ પાડવું.

પ્રોપર્ટી ખરીદતી વખતે સમસ્યાઓ દર્શાવતા વીડિયો

ફ્રી મેમ્બરશીપ ફોર્મ

સબમિટ કરો રાહ જુવો......

સંપર્ક ફોર્મ

અમારો સંપર્ક કરો. તે સરળ છે.

અમદાવાદ અને ગાંધીનગર માં મિલકત ખરીદી માટે સંપર્ક કરો