રિયલ્ટી ગેટ-વે” સર્વિસ અંગેની સંક્ષિપ્ત માહિતી

સંક્ષિપ્ત માહિતી રિયલ્ટી ગેટ-વે””

  • અમારી વેબસાઈટ ઉપર જઈને, અમારી કામગીરીની વિગત, અનુકૂળ પડે તે ભાષામાં વાંચી, સમજી શકાશે. વધુમાં આ તમામ બાબતોના વિડીયો પણ સામેલ છે. તે પણ જોઈ શકશો.
  • કોઈ સ્પષ્ટતા જરૂરી જણાય તો ઇન્કવાયરી કરવા માટેનું ફોર્મ પણ વેબસાઇટમાં આપેલ છે.
  • પૂરેપૂરી વિગત સમજ્યા પછી વેબસાઈટમાં આપેલ પ્રાથમિક મેમ્બરશીપ ફોર્મ ભરવાનું છે અને એમાં તમારે તમારી જરૂરિયાત પ્રમાણે ખરીદવા ધારેલ મિલકતની તમામ વિગત આપવાની છે.

“આ વિષયની વિસ્તૃત માહિતી માટે વિડિઓ જુઓ”

  • તમે તમારી મિલકતની જરૂરિયાતની વિગત આપશો અને સબમીટ કરશો એટલે તમને મોબાઈલમાં એસએમએસ અને વ્હોટ્સઅપ દ્વારા વેલકમ કરી મોબાઇલ એપ્લિકેશનની લિન્ક અને તેનો ઉપયોગ કરી શકાય તે માટે પાસવર્ડ મોકલવામાં આવશે.
  • મોબાઇલ એપ્લિકેશનની લિન્કનો ઉપયોગ કરી આપ આપની જરુરીયાત મુજબની મિલ્કતની ઝીણવટ ભરી વિગત સાથે બુકિંગ ફોર્મ ભરી શકશો.
  • બુકિંગ ફોર્મ ભરાઈ જાય ત્યારબાદ અમે જે તે વિસ્તારમાં સારા બિલ્ડરોની શોધ કરીશું કે જે તમારી જરૂરિયાત પ્રમાણેની યોજના બનાવતા હોય કે તૈયાર થયેલ હોય.
  • સારા બિલ્ડરોની મિલકતના તમામ પ્રકારના પેપર્સની ચકાસણી કર્યા બાદ, તમારી પસંદગીના વિસ્તારમાં હોય, તમારી પસંદગી પ્રમાણેની મિલકત હોય અને તમારા બજેટમાં આવતું હોય તેવા ત્રણ થી ચાર ઓપ્શની વિગતો મોકલવામાં આવશે.
  • ત્રણ થી ચાર ઓપ્શનમાંથી આપ પસંદ કરી અમને જાણ કરશો જેથી તમારી તમોને સાઈટ વીઝીટ ક્રાવી શકાય. તમારો જવાબ મળેથી રુબરુ મુલાકત માટે મોબાઇલ એપ્લિકેશન દ્વારા તમને જાણ કરવામાં આવશે અને અમારા એક્ઝિક્યુટિવ તમારી સાથે રહેશે
  • તમે જે મિલકત પસંદ કરશો તેની કિંમત અંગે જે તે બિલ્ડર/ડેવલપર સાથે નેગોસિએશન કરીને અથવા તમારી જેવા વધું ગ્રાહકોએ એવી જ મિલકત પસંદ કરેલ હશે તો મિલકત બલ્ક પરચેઝ (હોલસેલ) બુકિંગ/ખરીદી વાજબી કિંમતે કરાવવામાં આવશે.
  • બુકિંગ કરાવ્યા બાદ તમારા મિલકત લોન અંગે જરૂરી તમારા પાસેથી પેપર્સ મેળવવામાં આવશે અને તમારી લોન માટેની વિધિ શરૂ કરવામાં આવશે અને એમાં પણ આ વિધિ વખતે પણ અમારા એક્ઝિક્યુટિવ આપના સંપર્કમાં રહેશે અને આ કામગીરીની વિગત તમને તમારી મોબાઇલ એપ્લિકેશનમાં નોટિફિકેશનથી આપવામાં આવશે.
  • લોન માટે અલગ અલગ બેંકોના સંપર્ક અમો કરીશું અને જે બેંકનું વ્યાજ વ્યાજબી હશે - કામગીરી ઝડપી હશે અને કોઈ છુપા ચાર્જિસ નહિ હોય એવી બેંકમાંથી તમને લોન અપાવવાનો પ્રયત્ન કરવામાં આવશે.
  • બુકિંગ કરાવેલ મિલકતનું બાંધકામ ચાલતું હશે ત્યારે તેનો અલગ અલગ તબક્કામાં મુલાકાત લઈ તેની જાણ કરવામાં આવશે અને એના ફોટોગ્રાફ પણ તમને શેર કરવામાં આવશે કે જેથી તમારી મિલકત સમયસર ડેવલપ થઈ રહી છે કે કેમ તેની તમને સતત માહિતી મળતી રહેશે.
  • અમારા ટેકનિકલ ટીમ બાંધકામની ગુણવત્તા ચેક કરવા તમને માર્ગદર્શન આપશે અને સાઇટ ઉપર તમે ચેક કરી શકો એ માટે વ્યવસ્થા કરી આપશે.
  • તમારે મિલકતમાં કંઈ એક્સ્ટ્રા કામ કરવાનું હોય તો તેની વિગત પણ તમે આપી શકશો, અમારો ટેકનિકલ ટીમ, બિલ્ડર દ્વારા કરાવી દેશે અથવા તો તમારે પઝેશન પહેલા તમારી રીતે કામ કરવું હશે તો ટેક્નીકલી/લીગલી શક્ય છે કે નહીં તેની જાણ કરશે અને એ કામ કરાવવામાં મદદ કરશે.
  • મિલકત સંપૂર્ણપણે તૈયાર થઈ જાય અને બધું પરફેક્ટ હશે (પાણી, લાઇટ, ગટર, બારી-બારણાં, ટાઇલ્સ ફીટીંગ, ઇન્ફ્રાસ્ટ્રકચર વગેરે) ત્યારબાદ તમને રૂબરૂ મુલાકાત કરવાની જાણ કરશે અને ચકાસણી કયી રીતે કરવી એનું માર્ગદર્શન આપવામાં આવશે.
  • તમારું સંપૂર્ણ પેમેન્ટ થયા બાદ વેચાણ દસ્તાવેજની વિધિ કરાવવામાં આવશે અને એ વિધિ માટે અમારી લીગલ ટીમ કામ કરશે તમારે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની નથી માત્ર સહી કરવા માટે આવવાનું રહેશે.
  • દસ્તાવેજ બાદ કબજો મળ્યા બાદ, મિલકતની એન્ટ્રી રેવન્યુ રેકર્ડમાં, વીજ બિલમાં, કોર્પોરેશનમાં પડાવવા માટે અમારી લીગલ ટીમ તમને મદદ કરશે.
  • તમારે તૈયાર ફર્નિચરની જરૂરિયાત હશે તો એ અંગે પણ સેવા આપવામાં આવશે.
  • તમે મિલકતનો કબજો લીધા બાદ ૯૦ દિવસ સુધીમાં નિયત ટેકનિકલ કમ્પ્લેઇન (લિસ્ટ મુજબ) હશે તો કોઈપણ પ્રકારનો ચાર્જ લીધા સિવાય તમારી એ કમ્પ્લેઇન દૂર કરવા માટે બિલ્ડર પાસે જરૂરી કાર્યવાહી પૂર્ણ કરાવવા સંપૂર્ણ મદદ કરવામાં આવશે.
  • મિલકત સંદર્ભમાં જો કોઈ વાંધો ઉપસ્થીત થાય તો સક્ષમ અધિકારીને અપીલ/અરજી કરવામાં પણ મદદ કરવામાં આવશે.
  • દસ્તાવેજની તારીખ પછીથી ૯૦ દિવસ સુધી અમે સર્વિસ માટે જોડાયેલા રહીશું. જે દરમિયાન તમામ જરૂરી જગ્યા એ એન્ટ્રીનું કામ કરીશું.

“રિયલ્ટી ગેટવે” ની સેવા અમદાવાદ – ગાંધીનગર માં ઉપલબ્ધ છે

“રિયલ્ટી ગેટવે” પ્રોપર્ટી પેરેન્ટિંગ ના વિષયમાં કોઈ પણ પ્રશ્ન મુંજવતો હોય, તો સોમવાર થી શુક્રવાર દરમ્યાન સાંજે ૬ થી ૭ વાગ્યા દરમ્યાન “શેઠ ગ્રુપ” ના એમ.ડી. શ્રી અપૂર્વભાઈ શેઠ સાથે વાત કરવા માટેની વિડીયો લિન્ક વેબસાઇટમાં નીચે આપેલ છે.


આપણે સાથે રહીશું, તો ફાયદામાં રહીશું. આજે જ મેમ્બર બનો.

પ્રોપર્ટી ખરીદતી વખતે સમસ્યાઓ દર્શાવતા વીડિયો

ફ્રી મેમ્બરશીપ ફોર્મ

સબમિટ કરો રાહ જુવો......

સંપર્ક ફોર્મ

અમારો સંપર્ક કરો. તે સરળ છે.

અમદાવાદ અને ગાંધીનગર માં મિલકત ખરીદી માટે સંપર્ક કરો