મિલ્કત ખરીદીમાં આવતા પ્રશ્નો…

મિલ્કત ખરીદીમાં આવતા પ્રશ્નો…

આપને પણ આવા અનુભવો થાય નહીં અને ખુબજ સરળતાથી, પોતાના રેગ્યુલર વ્યવસાયમાંથી સમય બરબાદ કર્યા શિવાય, સરળતાથી, સચોટ માર્ગદર્શનથી, યોગ્ય કિંમતે અને કોઈ જાતની બાંધછોડ વગર મિલ્કત વસાવવા માટે “રિયલ્ટી ગેટ-વે” પ્રોપર્ટી પેરેન્ટિંગ સર્વિસને પસંદગી આપી શકો છો.

મિલકતની પસંદગી દરમ્યાન ઉપસ્થિત થતા પ્રશ્નો:

  • મિલકત કયા વિસ્તારમાં લેવી, કયા લોકાલિટીમાં લેવી? કેવી મિલકત લેવી, કેટલી સગવડતા હોવી જોઈએ? ગમતા વિસ્તારમાં મિલકત જરૂરિયાતથી મોટી હોય અથવા નાની હોય અથવા બજેટથી વધું હોય. બજેટ, જરૂરિયાત અને વિસ્તાર મેચ થવો જોઈએ? પ્રોજેક્ટમાં શું ઇન્ફ્રાસ્ટ્રકચર હોવું જોઈએ? જરૂરિયાતથી વધું ઇન્ફ્રાસ્ટ્રકચર હોય તો મિલકત મોંઘી પડતી હોય છે.

આ વિષયની વિસ્તૃત માહિતી માટે વિડિઓ જુઓ

  • પ્રોજેક્ટનું ટાઈટલ છે કે નહીં? જરૂરિયાત જેટલી લોન મળશે કે નહીં મળે? કુટુંબની ઇન્કમની સાપેક્ષ એ કેટલી લોન મળી શકે છે?
  • વેપારની જરૂરિયાત (ઓફિસ, દુકાન માટે)/ કુટુંબના તમામ સભ્યોની જરૂરિયાત (મકાન માટે) પૂરી થશે? સહેજ એરિયા બદલવાથી કે બજેટ બદલવાથી કુટુંબના તમામ સભ્યોને જરૂરિયાત પૂરી થઈ જશે એ અંગેનું માર્ગદર્શન ક્યાંથી મેળવવું?
  • જે તે બિલ્ડર/ડેવલપર સાથેના અગાઉના સારા-ખરાબ અનુભવની માહિતી અને એ લોકો કેટલા સમયથી કામ કરે છે, એમની છાપ કેવી છે, અન્ય કેટલા પ્રોજેક્ટ કર્યા છે? એ અંગેની માહિતી ક્યાંથી મેળવવી.
  • પ્લાન પાસ થઈ ગયા છે અને રેરાની મંજૂરી મળી છે?
  • બિલ્ડર કઈ પ્રકારની વસ્તુઓ/માલસામાન વાપરશે?
  • કોમન સુવિધાઓ (ઇન્ફ્રાસ્ટ્રકચર) શું મળશે?
  • ભવિષ્યમાં તકલીફ પડે તો બિલ્ડર શું સપોર્ટ કરશે? લિફ્ટ વગેરેનું મેન્ટેનન્સ ચાર્જ કેટલો રહેશે અને લીફ્ટ અંગેની જવાબદારી બિલ્ડર કેટલા સમય સુધી રાખશે? કોમન મેન્ટેનન્સનો લીધેલો ચાર્જ, સોસાયટીને ક્યારે સોંપી દેશે?
  • રકમ ભરવામાં આવશે એની પાકી પહોંચ મળશે?
  • ગ્રાહકના નામે ટાઈટલ ટ્રાન્સફર (બધે એન્ટ્રી પડાવવાની) અંગેની જવાબદારી કોની રહેશે?
  • હું જે યુનિટ પસંદ કરું છું એની આજુબાજુમાં કોણે કોણે પસંદ કર્યો છે એનું નામ મને જાણવા મળશે?
  • બુકિંગ કરાવતા વખતે બુકિંગ સ્ટાફ દ્વારા જે કાઇ કમિટમેન્ટ કરવામાં આવે છે, એ લેખિતમાં મળશે?
  • દસ્તાવેજ કરવા માટે કંઈ અલગથી ચાર્જ આપવાનો થશે? ગ્રાહકના ભાગે અન્ય પ્રકારના ખર્ચાઓ કેટલા આવશે?
  • કબજો કેટલા સમયમાં મળશે અને પ્રોજેક્ટમાં મોડું થાય તો?
  • તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્યારે ડેવલપ થઈ જશે? રોડ એપ્રોચ ન હોય તો એ થઈ જશે?
  • પાર્કિંગ વગેરેની ફેસીલીટી ફ્રી માં છે કે ચાર્જ છે? કેટલા વાહનનું પાર્કિંગ મળશે?
  • લોન અને પેમેન્ટમાં ક્યારેક મોડું થાય તો બિલ્ડર તરફથી સપોર્ટ મળશે કે વ્યાજ દેવું પડશે?
  • ગ્રાહક એક સાથે પેમેન્ટ કરી દે તો કંઈ ડિસ્કાઉન્ટ મળશે?
  • જીએસટી ચાર્જ અલગ આપવાનો છે? તૈયાર મિલકત ખરીદવામાં જીએસટી ચાર્જ લાગશે?
  • કોઈ સંજોગોમાં આકસ્મિક સંજોગોમાં મિલકત કેન્સલ કરવાનું થાય તો, બિલ્ડર દ્વારા પૂરેપૂરી રકમ પરત મળશે કે કોઈ કપાત થાશે?
  • અમારી ઇચ્છા પ્રમાણે એક્સ્ટ્રા કામ કરી આપવામાં આવશે? એક્સ્ટ્રા કામના ચાર્જીસ કેવી રીતે ગણવામાં આવશે?
  • અમારે ફર્નિચર કરવું હોય તો અમને કબજા પહેલા કામ કરવા મળશે કે નહીં?

લોન પ્રોસેસિંગ અંગેના પ્રશ્નો:

  • કઈ બેંકની લોન લેવી, કઈ બેન્કનું વ્યાજ ઓછું છે? લોન પ્રોસેસિંગ ચાર્જ કેટલો લાગે છે? લોન પાસ થવામાં કેટલો ટાઈમ લાગશે?
  • ગ્રાહકના વ્યક્તિગત ક્યાં પેપર્સ જોશે?
  • ટાઇટલ અને વેલ્યુએશન અંગેનો ખર્ચ બેન્ક કરશે કે ગ્રાહકે કરવાનો છે?
  • લોન માટે બાનાખત ની જરૂર પડે એ સમયએ બિલ્ડરને કેટલા ટકા રકમની ચુકવણી કરવી પડશે?
  • લોનની વિધિ બિલ્ડર દ્વારા થશે કે બેંકમાં ધક્કા ખાવા પડશે.
  • બાનાખત-દસ્તાવેજ વગેરે કયા કયા કામ માટે કેટલો સમય બગડશે?
  • મોર્ટગેજ ડિડ બેંક તૈયાર કરશે કે બિલ્ડર દ્વારા વકીલની વ્યવસ્થા કરવામાં આવશે? એનો ખર્ચ કેટલો આવશે?
  • બેંકમાં પ્રોપર્ટીના પેપર્સ મોર્ટગેજ થશે, તો એની અમને એક નકલ આપવામાં આવશે?
  • વ્યાજનો દર ઘટી જાય તો એનો લાભ અમને મળશે કે નહીં? વ્યાજનો દર વધી જાય તો અમારી લોનનું વ્યાજ એને એ રહેશે કે ફેરફાર થશે?
  • જેના નામની લોન લીધી હોય એ વ્યક્તિ ગુજરી જાય તો લોન ભરવાની જવાબદારી કોની રહેશે?
  • હાઉસિંગ લોન અથવા મિલકત લોન સાથે જે વીમો ઉતારવામાં આવે છે તે અમારે એ બેન્કનો જ લેવો જરૂરી છે? અન્ય સંસ્થાનો લઈ શકાય?

મિલકતના એક્સ્ટ્રા કામ અંગેના પ્રશ્નો:

  • મિલકતમાં એક્સ્ટ્રા કામની જરૂરિયાત પડતી હોય છે અને બુકિંગ વખતે યાદ આવતું નથી અને પછીથી યાદ આવે ત્યારે તે અંગેના ચાર્જીસ માટે થતી માથાકૂટ.
  • કામ ચાલુ હોય ત્યારે બિલ્ડર દ્વારા એ કામ કરી આપવામાં ના આવે તો કમ્પ્લીશન અને કાયમી કબજા પહેલા ટેમ્પરરી કબજો મળે તો ગ્રાહક પોતાની રીતે એકસ્ટ્રા કામ કરાવી શકે, તો એ અંગે સહકાર મળશે?
  • કઈ પ્રકારના એક્સ્ટ્રા કામ કરી આપવામાં આવશે?
  • એક્સ્ટ્રા કામમાં માલ મટિરિયલનો ફેરફાર હોય તો, બિલ્ડર ન વપરાતા માલની કિંમત બાદ કરી આપશે?
  • એક્સ્ટ્રા કામના મટિરિયલ અને કામગીરીની ગુણવત્તાની જવાબદારી બિલ્ડરની રહેશે?

બાનાખાત અને દસ્તાવેજ સમયના પ્રશ્નો:

  • બાનાખત વખતે વકીલનો ચાર્જ લાગશે?
  • બાનાખત માં જરૂરી શરતો સામેલ થયેલ છે?
  • બાનાખત કરાવતા પહેલા જરૂરી ટાઇટલના પેપર્સ ચેક કરાવવાની જવાબદારી.
  • બાનાખત વખતે ગ્રાહક પાસેથી ક્યા પેપર્સ જરૂરી બનશે?
  • દસ્તાવેજ વખતે વકીલનો ચાર્જ લાગશે?
  • દસ્તાવેજ વખતે મિલકતની કિંમત સિવાય, અન્ય કોઈ રકમ ચૂકવવાની રહેશે?
  • દસ્તાવેજ કરાવતા પહેલા મિલકત તૈયાર થયેલ હોય તો કામગીરી ચેક કરવા મળશે?
  • જો બાંધકામ પૂર્ણ થયેલ હોય અને કમ્પ્લીશન આવેલ હોય, તો દસ્તાવેજમાં જીએસટી ચાર્જ લાગશે?
  • અમને અમારો ઓરિજિનલ દસ્તાવેજ અને બાકીના ટાઇટલ પેપર્સ ક્યારે મળશે?
  • આ પ્રક્રિયા માટે કેટલી વાર ધક્કા ખાવા પડશે?

મિલકતની માલિકી ફેરફાર અંગેના પ્રશ્નો?

  • દસ્તાવેજ થઈ ગયા બાદ કોર્પોરેશનમાં કે ગ્રામ પંચાયતમાં કે પ્રોપર્ટી કાર્ડમાં કે વિદ્યુત કંપનીમાં ગ્રાહકનું નામ ચડાવવાનું કાર્ય કોણ કરશે?
  • આ માટે જરૂરી પેપર્સ કોણે પહોંચાડવાના રહેશે?
  • આ અંગેનો ખર્ચ કોણે કરવાનો રહેશે?
  • આ અંગે ફોલોઅપ કોણ કરશે?
  • આ અંગે જરૂરી બિલ્ડરના સહીસિક્કા વાળા પેપર્સ પહેલાથી મળી જાશે?

મિલકતના કબજા સમયના અને પછીના મેન્ટેનન્સ અંગેના પ્રશ્નો?

  • મિલકતના કબજા સમયે, કોમન ફેસિલિટી ડેવલોપ થવાની બાકી હોય છે અને વધું વખત લાગતો હોય છે, જેથી એનો ઉપયોગ કરવામાં વાર લાગે છે.
  • મિલકતના કબજા પછી મિલકતમાં નાના મોટા પ્રશ્નો આવતા હોય છે ત્યારે બિલ્ડર દ્વારા સહકાર મળશે કે નહીં? નવી જગ્યાએ નવી મિલકતમાં જતા હોઈએ ત્યારે આવતા પ્રશ્નો માટે ખૂબ જ સમય અને રૂપિયા લાગી જતા હોય છે તો આ સ્પષ્ટતા જરૂરી હોય છે.
  • ઘણીવાર ટેકનિકલ પ્રોબ્લેમ પણ આવે છે જેમ કે
    1. સ્લેબમાં પાણી પડવું,
    2. ગટરમાં પાણી ન જવું,
    3. સ્વીચો બગડી જવી,
    4. બારણાઓ સડી જવા, બારણાં બંધ ન થવા,
    5. લાઇનમાં પાણી ન આવવું,
    6. અમુક ઈલેક્ટ્રીક પોઈન્ટ ન ચાલતા હોય,
    7. એરકન્ડિશન વગેરે માટે જરૂરી હોલ પાડવાના હોય,
    8. થ્રી-ફેઝ કનેક્શનની જરૂરીયાત હોય,
    9. મિલકતનો કબજો સોંપ્યા પછી દીવાલમાં પાણી આવતું હોય, તો રિપેરિંગની જવાબદારી કોની રહેશે.
    10. વરસાદનું પાણી બારી બારણા માંથી અંદર આવતું હોય,
    11. બાલ્કનીમાં વરસાદનું પાણી ના જતું હોય,
    12. સ્ટેન્ડિંગ કિચનની પાછળ ધારમાંથી પાણી નીચે ઉતરતું હોય,
    13. એલોટેડ પાર્કિંગમાં નીચે ફ્લોરિંગ ના હોય,
    14. પાર્કિંગ સુધી વાહન લઈ જવામાં તકલીફ પડતી હોય વગેરે જેવી બાબતો બનતી હોય છે.
    15. ગેસ જોડાણ

“રિયલ્ટી ગેટ-વે”, પ્રોપર્ટી પેરેન્ટિંગ સેવા અમદાવાદ – ગાંધીનગર માં ઉપલબ્ધ છે.

“રિયલ્ટી ગેટ-વે” સેવાના વિષયમાં કોઈ પણ પ્રશ્ન મુંજવતો હોય, તો સોમવાર થી શુક્રવાર દરમ્યાન સાંજે ૬ થી ૭ વાગ્યા દરમ્યાન “શેઠ ગ્રુપ” ના એમ.ડી. શ્રી અપૂર્વભાઈ શેઠ સાથે પ્રોપર્ટી પેરેન્ટિંગ અંગે વાત કરવા માટેની વિડીયો લિન્ક વેબસાઇટમાં નીચે આપેલ છે.


આપણે સાથે રહીશું, તો ફાયદામાં રહીશું. આજે જ મેમ્બર બનો.

પ્રોપર્ટી ખરીદતી વખતે સમસ્યાઓ દર્શાવતા વીડિયો

ફ્રી મેમ્બરશીપ ફોર્મ

સબમિટ કરો રાહ જુવો......

સંપર્ક ફોર્મ

અમારો સંપર્ક કરો. તે સરળ છે.

અમદાવાદ અને ગાંધીનગર માં મિલકત ખરીદી માટે સંપર્ક કરો