પ્રોપર્ટી પેરેન્ટિંગની તમામ સેવાઓ અંગેની માહિતી

પ્રાથમિક માહિતી માટેનું ઓનલાઈન ફોર્મ

મિલકતની જરૂરિયાત માટે ઓનલાઇન ફોર્મ વેબસાઇટ/મોબાઈલ એપમાં ભરવાનું રહેશે. જેમાં નીચેની વિગતો આપવાની છે.

  • અંદાજે કેટલા બજેટમાં મિલકત લેવી છે?
  • કયા વિસ્તારમાં મિલકત લેવી છે? (ગ્રાહક વિસ્તાર અંગે ૪ વિકલ્પ આપી શકશે.)
  • કેટલા ક્ષેત્રફળ વાળી મિલકત લેવી છે?
  • શું શું સગવડતા જોઈએ છે?
  • શું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ છે?

આ વિષયની વિસ્તૃત માહિતી માટે વિડિઓ જુઓ

આ ફોર્મ ભર્યાની સાથે અમે આપનો મોબાઈલ એપ ના માધ્યમથી સંપર્ક કરીશું

તમારી પસંદગી અને જરૂરિયાત પ્રમાણેની મિલકતની શોધ

  • તમે પસંદ કરેલ વિસ્તારમાં તમારી જરૂરિયાત મુજબની મિલકતના વિકલ્પો શોધી આપીશું.
  • તમને તમારી અનુકૂળતાએ મિલકત/સ્થળ/સાઈટ જોવા માટેની ગોઠવણ કરીશું. તમારી સાથે પ્રોપર્ટીનો જાણકાર અમારો સ્ટાફ સાથે રહેશે, જાણકારી આપશે.
  • તમને જે મિલકત પસંદ થશે, તે સ્કીમ અંગેની તમામ ટેકનિકલ, ફાઈનાન્સિયલ અને લીગલ માહિતી તમને તમારા મોબાઇલમાં મોકલીશું. આ માહિતીના આધારે તમે તમારા કુટુંબીજનો અને અન્ય મિત્રો સંબંધીઓની પણ સલાહ લઈ શકો. અમે પણ ચેક કરીશું.
  • તમારી જરૂરિયાત સાથે અનુકૂળ થાય તેવા વિકલ્પ આપીશું.

મિલકતના ટાઇટલ પેપર્સ અને મંજૂરીઓની ચકાસણી :

  • પસંદ કરેલ સ્કીમ/ મિલકતના તમામ ટાઈટલ પેપર્સ એટલે કે જમીનના કાગળો તદુપરાંત બાંધકામ અંગેની પરવાનગીઓ અમે ચેક કરીશું.

બિલ્ડરની નાણાકીય ક્ષમતા

  • બિલ્ડરની ફાઇનાન્સિયલ કેપેસિટી, અમે ચેક કરેલી હશે જેથી સમયસર કબજો મળી શકે અને તમે નિશ્ચિંત રહીને મિલકતની પસંદગી કરી શકો. આ કામગીરી અમે આપના વતી કરીશું.

બિલ્ટ અપ અને સુપર બિલ્ટ અપ ચેકિંગ

  • જે સ્કીમ દેખાડશું એ સ્કીમ અંગે પ્લાનમાં તમને મળતો વાપરવા લાયક જગ્યા એટલે કે બિલ્ટઅપ અને સુપર બિલ્ટઅપ કેટલું મળશે તે જણાવીશું.
  • ઇન્ફ્રાસ્ટ્રકચર શું મળે છે, તે પણ જણાવીશું.
  • એમાં પેઈડ અને અનપેઈડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેટલું છે, તે પણ જણાવીશું.

મિલકતની કિમત અને અન્ય ખર્ચની ચકાસણી :

  • તમોએ પસંદ કરેલ મિલકત/સ્કીમમાં કેટલા પ્રકારના ચાર્જ છે કે કોઈ છુપા ચાર્જ છે કે નહીં તેની ચકાસણી કરીને આપને જણાવીશું.
  • કબજો લીધા પછીના ભવિષ્યમાં જે કોઈ ચાર્જ લાગશે કે તેની વિગત મેળવીને આપીશું.
  • દસ્તાવેજ વગેરેમાં વકીલ ફી કેટલી થશે, તે પહેલેથી જ જણાવીશું.

સ્કીમની કોમન ફેસીલીટી, મેન્ટેનન્સ ચાર્જ અને પાર્કિંગ

  • પાર્કિંગ કેટલા વાહન માટેનું છે
  • પાર્કિંગ અંગે કોઈ ચાર્જિસ છે કે કેમ અને પાર્કિંગની જગ્યા મિલ્કતમાં આવી જાય કે તે અલગથી ચુકવવાની થશે અને જો ચુકવવાની થય તો તે કેટલી હશે.
  • સ્કીમની કોમન ફેસીલીટીની માહિતી.
  • સ્કીમમાં પેઇડ કોમન ફેસીલીટી હશે તો એની માહિતી.
  • સ્કીમમાં મેન્ટેનન્સ ચાર્જ કેટલો હશે અને એડવાંન્સ રકમની માહિતી.
  • બિલ્ડર કેટલો સમય સુધી મેન્ટેઈન કરી આપશે એની માહિતી.
  • બિલ્ડર મેન્ટેનન્સ ચાર્જની પુરી રકમ સોસાયટી/એસોસીયેશનને જમા આપશે કે તેણે જેટલો સમય મેન્ટેઈન કર્યુ હશે તેટલી રકમ કાપી લેશે, તેની માહિતી.
  • ભવિષ્યમાં અન્ય કોઈ ચાર્જ લાગશે કે નહીં?

મિલકત બુકિંગ અંગેની કામગીરી

  • ઉપરની તમામ માહિતી ચેક કર્યા બાદ, તમોએ પસંદ કરેલ મિલકતની કિંમત બાબતે બિલ્ડર/ડેવલોપર સાથે નેગોસિએશન કરીને મહત્તમ ડિસ્કાઉન્ટ મળી રહે તે રીતે તમારું બુકિંગ ફાઈનલ કરાવવામાં સાથે રહીશું.
  • અમારી પાસે એક કરતાં વધારે ગ્રાહકો, જે તે સ્કીમમાં પસંદગી કરતાં હશે, તેનો લાભ લઈને અમે બિલ્ડર પાસેથી બલ્ક પરચેઝ કરીને ભાવમાં વધું માં વધું ડિસ્કાઉન્ટ થાય એવો પ્રયત્ન કરીશું, તેમજ કોઈ પ્રકારના છુપા ખર્ચ ના લાગે એની કાળજી લેશું.

હાઉસિંગ લોન સંદર્ભે ખર્ચ અને પેપર્સની ચકાસણી

  • હાઉસિંગ લોન કે લોન સંદર્ભે અન્ય કોઈ ખર્ચ લાગશે કે નહીં, તેની વિગતો.
  • હાઉસિંગ લોનની જરૂરિયાત રહેવાની હોય તો તે અંગે બિલ્ડર્સ પૂરી રકમના પેપર્સ આપશે કે નહીં? જરૂર પ્રમાણેની રકમનો દસ્તાવેજ કરી દેશે કે નહીં? જેથી તમને પર્યાપ્ત લોન પુરી પાડવામાં આવી શકે.
  • આપની આવકના પ્રમાણમાં વધુમાં વધુ કેટલી લોન મળવાપાત્ર બનેશે તે અંગે માર્ગદર્શન આપવામાં આવશે.
  • તમોએ કયા કયા પેપર્સ આપવાના થશે તેની સંપુર્ણ માહિતી આપીશું.
  • અલગ અલગ બેન્કોમાં લોનના વ્યાજ અંગે માહિતી આપવામાં આવશે.
  • તમારી પાસેથી મેળવેલ પેપર તેમજ બિલ્ડર પાસેથી મિલકતના પેપર્સ સાથે બેંકમાં લોન અરજી જમા ક્રરાવીશું.
  • ઓછામાં ઓછા વ્યાજ દરની લોન મળે તે યોગ્ય બેન્ક શોધી તેની સાથે નેગોસિએશન કરીશું.
  • હાઉસિંગ લોન પાસ કરાવીશું
  • તબ્બકા પ્રમાણે હાઉસિંગ લોન બેન્કમાંથી રિલીઝ થાય એની કાળજી લઈશું.
  • બિલ્ડર પાસેથી પેમેન્ટ મળ્યાની પહોંચ બેન્કને અને કોપી તમને મળી જાય એની કાળજી લઈશું.
  • હાઉસિંગ લોન સંદર્ભે જરૂરી વિમો લેવામાં મદદ કરીશું.
  • દસ્તાવેજ થયા બાદ હાઉસિંગ લોન માટે મોર્ટગેજ ડિડ કરવામાં મદદ કરીશું.

બાંધકામ ચાલુ હોય ત્યારે

  • તમારી મિલકતના કામની ગુણવત્તાની ચકાસણી કરવા અંગે માર્ગદર્શન આપીશું.
  • નક્કી કરેલ સ્પેસિફિકેશન પ્રમાણે મટિરિયલસ વપરાય છે, એની ચકાસણી કરવા અંગે માર્ગદર્શન આપીશું.
  • નક્કી કરેલ ઇન્ફ્રાસ્ટ્રકચર તૈયાર થયું છે કે નહીં, એની ચકાસણી કરવા અંગે માર્ગદર્શન આપીશું.
  • કબજા પહેલા પાણી, ગટર, ઇલેક્ટ્રિકફિકેશન વગેરે કયી રીતે ચેક કરવું એ અંગે માર્ગદર્શન આપીશું.

બાનાખાત, દસ્તાવેજ અને મોર્ટગેજ ડિડ અંગે

  • બાનાખાત, દસ્તાવેજ અને મોર્ટગેજ ડિડ અંગે વખતે તમારા જરૂરી પેપર્સ અને બિલ્ડર તરફથી જરૂરી પેપર્સ વકીલ પાસે પહોંચતા કરીશું.
  • બાનાખાત, દસ્તાવેજ અને મોર્ટગેજ ડિડ અમારા દ્વારા સંપૂર્ણ પણે ચેક કર્યા બાદ, તમારે માત્ર સહી કરવા રજિસ્ટર ઓફિસમાં આવવાનું રહેશે.
  • બાનાખાત, દસ્તાવેજ અને મોર્ટગેજ ડિડ થયા ગયા બાદ, ઓરિજનલ ડોક્યુમેન્ટ્સ કલેક્ટ કરી તમને/બેન્ક સુધી પહોંચતું કરીશું.
  • દસ્તાવેજ થયા બાદ, ગ્રાહકના નામે વીજ કંપનીમાં અને રેવન્યુ રેકોર્ડમાં એન્ટ્રી નોંધાવી દેશું.

કબજા સમયે અને કબજા બાદ

  • કબજો મેળવતા પહેલા અમે મિલકતને ટેક્નિકલી ચેક કરવા માટે બોલાવીશું.
  • કબજો મેળવતા પહેલા અમે સ્કીમનું ઇન્ફ્રાસ્ટ્રકચર ચેક કરવા માટે બોલાવીશું.
  • કબજા બાદ કોઈ એકસ્ટ્રા કામ કરાવવાનું થતું હોય, તો એ માટે શક્ય તમામ મદદ પણ પૂરી પાડવામાં આવશે.
  • કબજા બાદ ફર્નિચર માટે સેવા જોતી હોય કે ઇન્ટિરિયર ડિઝાઇન માટે મદદ જોઈતી હોય તો તે ગોઠવી આપીશું.
  • કબજા બાદ ૩ માસ સુધી મિલકતમાં કોઈપણ ટેકનિકલ પ્રોબ્લેમ (આપેલ લિસ્ટ મુજબ) આવશે, એ રીપેર કરવાની વ્યવસ્થામાં મદદ કરીશું.

મિલકતનો વિમો

  • મિલકતનો ફર્નિચર અને એપ્લાઇનસીઝ સાથેનો વિમો લેવામાં મદદ કરીશું.

અન્ય સેવાઓ

  • મિલકતના તમામ ટાઇટલ પેપર્સ જોવા મળશે.
  • મિલકતના તમામ ટેકનિકલ પેપર્સ અને મંજૂરીઓ જોવા મળશે.
  • મિલકતના કામના પ્રોગ્રેસના ફોટોઝ જોવા મળશે.
  • એપ દ્વારા તમો અમારી સાથે સત્તત જોડાયેલા રહેશો અને કોઈપણ સમયે પ્રશ્ન હોય તો અમને પૂછી પણ શકશો.
  • તમો બુક કરાવેલ મિલ્કત માટે સત્તત અમારા સંપર્કમાં રહી શકશો.

મિલકત ખરીદીમાં જરૂરી આ તમામ સેવાઓથી વ્યાજબી ભાવે મિલકત ખરીદી શકશો, નોકરી-ધંધાનો સમય બચાવી શકશો, ખોટા અને છુપા ચાર્જ અથવા ખર્ચથી બચી શકશો.

તૈયાર મિલકત ખરીદનાર ગ્રાહકને લાગુ પડતી સેવા આપવામાં આવશે અને એ રીતે મર્યાદિત સર્વિસ ચાર્જ લેવામાં આવશે.

“રિયલ્ટી ગેટવે” ની સેવા અમદાવાદ – ગાંધીનગર માં ઉપલબ્ધ છે.

“રિયલ્ટી ગેટવે” પ્રોપર્ટી પેરેન્ટિંગ ના વિષયમાં કોઈ પણ પ્રશ્ન મુંજવતો હોય, તો સોમવાર થી શુક્રવાર દરમ્યાન સાંજે ૬ થી ૭ વાગ્યા દરમ્યાન “શેઠ ગ્રુપ” ના એમ.ડી. શ્રી અપૂર્વભાઈ શેઠ સાથે વાત કરવા માટેની વિડીયો લિન્ક વેબસાઇટમાં નીચે આપેલ છે.


આપણે સાથે રહીશું, તો ફાયદામાં રહીશું. આજે જ મેમ્બર બનો.

પ્રોપર્ટી ખરીદતી વખતે સમસ્યાઓ દર્શાવતા વીડિયો

ફ્રી મેમ્બરશીપ ફોર્મ

સબમિટ કરો રાહ જુવો......

સંપર્ક ફોર્મ

અમારો સંપર્ક કરો. તે સરળ છે.

અમદાવાદ અને ગાંધીનગર માં મિલકત ખરીદી માટે સંપર્ક કરો